જનરલ એનિસ્થેસિયા આપવામાં આવે છે જેથી દર્દી કોઈ દુઃખાવો અનુભવે નહીં.
- ટ્રોકાર દાખલ કરવો (Trocar Insertion)
નાભિના આસપાસ નાની કટ (0.5 થી 1 સે.મી.) કરવામાં આવે છે.
તેમાં ટ્રોકાર નામના એક પાતળા ટ્યુબ જેવું સાધન મૂકવામાં આવે છે.
- કાર્બન ડાયોક્સાઇડ ગેસ ભરવો (CO₂ insufflation)
પેટની અંદર થોડી જગ્યા બનાવવા માટે CO₂ ગેસ ભરવામાં આવે છે.
આથી ઓર્ગન સારી રીતે દેખાય અને સાધનો માટે જગ્યા મળી રહે.
- લૅપ્રોસ્કોપ દાખલ કરવો
લાઇટ અને કેમેરા સાથે લૅપ્રોસ્કોપ ટ્રોકાર દ્વારા દાખલ થાય છે.
સ્ક્રીન પર અંદરની આખી સારવાર live જોઈ શકાય છે.
વધુ સાધનો નાખવા માટે બીજાં ટ્રોકાર નાખવામાં આવે છે
જરૂર મુજબ બીજાં 2-3 નાના કટ કરીને બીજાં ટ્રોકાર નાખવામાં આવે છે.
આમાંથી સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દાખલ થાય છે (જેમ કે કટિંગ, સિલાઈ, ક્લિપિંગ વગેરે માટે).
- મુખ્ય સર્જરી કરવી
લક્ષ્યાંક અંગ (ઓર્ગન) ઉપર નિર્ધારિત સર્જરી (જેમ કે સિસ્ટ કાઢવી, ગર્ભાશય કાઢવુ , એન્ડોમેટ્રિયોસિસ દૂર કરવી વગેરે) કરવામાં આવે છે.
સારવાર દરમિયાન બ્લીડિંગ નિયંત્રણ રાખવામાં આવે છે.
- ગેસ બહાર કાઢવો અને સાધનો દૂર કરવાં
સર્જરી પૂરી થયા પછી પેટમાંથી CO₂ ગેસ બહાર કાઢવામાં આવે છે.
લૅપ્રોસ્કોપ અને તમામ ટ્રોકાર દૂર કરવામાં આવે છે.
- ટાંકા અને ડ્રેસિંગ
નાના કટ્સ પર સ્ટેપ્પલર વડે પિન મારીને જોડવામાં આવે છે જે 5 દિવસ ના અંતરાલમાં કાઢી આપવામાં આવે છે.
નાની પટ્ટી વડે ડ્રેસિંગ કરીને ઓપરેશન સમાપ્ત થાય છે.
લૅપ્રોસ્કોપિક સર્જરી પછી કાળજી રાખવા જેવી બાબતો. - ઓપરેશન ના ૭ દિવસ પછી બતાવવું. - જો બતાવાની તારીખ માં ફેરફાર હોય તો ડોકટરે જણાવેલ તારીખે બતાવવું. - ઓપરેશન ના બીજા દિવસે હળવો ખોરાક લેવો.(દાળ,ભાત,દુઘ,ખીચડી,બધા ફ્રુટ,ચા,બિસ્કીટ,મમરા,ખાખરા,આઈસ્ક્રીમ.) ઓપરેશન ના બીજા દિવસે સાંજે દુઘ ખીચડી અથવા દહી ખીચડી ખાવા. - ઓપરેશન પછી તીખુ તળેલુ મસાલા વાળો ખોરાક ના લેવો.ઘર માં બનાવેલો બધો ખોરાક ખાઈ શકાય.મોળુ દહી,મોળી છાશ લઇ શકાય. - ઓપરેશન પછી પાણી વધારે પીવું.દિવસનું ૩ થી ૪ લીટર પાણી પીવાનું.લીંબુ સરબત પણ પીવાનું. - ઓપરેશન ના ૩ જા દિવસ થી રોટલી લઈ શકાય.ઓપરેશન ના અઠવાડિયા સુધી દિવસમાં ૮ થી ૧૦ વખત ખાવું પણ થોડું થોડું ખાવું એક સાથે પેટ ભરીને ખાવું નહી. - ઓપરેશન પછી નાહવાની છુટ છે.નાહિયા પછી પેટ ઉપર પટી છે તે તરત જ લુછીને કોરી કરી નાખવી.જો પેટ ઉપરની પટી ઉખડી જાય તો ચિંતા કરવી નહી. - ઓપરેશન પછી ઘરે ખાવાની દવા ડોકટરે જે રીતે સમજાવી હોય તે રીતે અને જ્યારથી લેવાની સમજાવી હોય તે રોતે લઈ લેવી.દવા સમયસર ભૂલ્યા વગર લઇ લેવી. - ઓપરેશન પછી એક અઠવાડિયા સુધી હળવું હાથના કાંડા થી થઇ શકે તેવુ કામ જ કરવાનું.ભારે વજન ઉચકવાનો નહી.સતત સુતુ અથવા બેઠુ ના રેહવું.દર અડધો કલાકે ઉભા થઈને ચક્કર મારવાના.જમીન ઉપર અથવા ઉભળક પલાઠી વાળીને બેસી શકાય.પણ જો દુખાવો થાય અથવા દર્દી ને અનુકુળ ના આવે તો ના બેસવું.દર્દી ને અનુકુળ આવે દુખાવો ના થાય તેવું ઉભા ઉભા કામ કરવાનું. - રજા પછી જો ૧૫ થી ૨૦ દિવસ સુધી ખુનનો ડાઘ પડે તો ચિંતા કરવી નહી.ઓપરેશન પછી દર્દીની તાસીર અનુસાર ડાઘ પડી પણ શકે છે.જો વધારે ખુન પડે તો હોસ્પીટલ પર ફોન કરીને ડોક્ટર ની સલાહ લઇ લેવી. - ઓપરેશન ના ૧.૫ મહિના પછી સબંધ રાખી શકાઈ.
Post LSCS (cesarean delivery) care
Pregnancy Care
Post Pregnancy Exercise
Kegel Exercise
🧘♀️ કેગલ વ્યાયામ શું છે? કેગલ વ્યાયામ એ પેલ્વિક ફ્લોરની મસલ્સ (મૂત્રાશય, યોનિ, યૂરિથ્રા અને મલદ્વાર આસપાસની મસલ્સ) મજબૂત બનાવવા માટેનો એક પ્રકારનો વ્યાયામ છે. આ મસલ્સને Pubococcygeus (PC) મસલ્સ કહે છે.
🎯 કેગલ વ્યાયામના લાભો:
પ્રસૂતિ પછી યોનિની ટાંટા પુનઃસ્થાપિત કરે
યુરિન લીકેજ (મૂત્ર ધારી જવી) રોકે
સેક્સ્યુઅલ પ્લેઝર વધે
પેલ્વિક અવયવોને સપોર્ટ આપે
પુરુષોમાં ઇરેકટાઈલ ડિસફંક્શન સુધારે
બાઉલ મૂવમેન્ટ પર નિયંત્રણ રાખવામાં મદદરૂપ
👩⚕️ ક્યારે કરવો જોઈએ?
પ્રસૂતિ પછી
પ્રેગ્નન્સી દરમ્યાન
યુરિન કંટ્રોલ ન રહેતો હોય ત્યારે
સેક્સ્યુઅલ હેલ્થ સુધારવી હોય ત્યારે
પગનાં નીચલા ભાગમાં વીકનેસ લાગતી હોય ત્યારે
🧍♀️ કેસે કરવો કેગલ વ્યાયામ?
પહેચાન કરો પેલ્વિક ફ્લોર મસલ્સ:
મૂત્ર રોકતી વખતે જે મસલ્સ ઉપયોગ થાય છે, એજ મસલ્સ કેગલ માટે ઉપયોગી છે.
પોઝિશન:
બેસીને કે લાઈંગ પોઝિશનમાં કરી શકાય છે.
તરીકા:
પેલ્વિક મસલ્સને અંદર ખેંચો (મૂત્ર રોકવા જેવા ભાવ સાથે).
3 થી 5 સેકન્ડ સુધી રાખો.
પછી ધીરે ધીરે છોડી દો.
દરરોજ 3 વાર, દરેક વખતે 10-15 રિપિટેશન કરો.
⚠️ સાવધાની:
પેટની કે નિતંબની મસલ્સ ન ખેંચો
શ્વાસ રોકશો નહીં
શરુઆતમાં બાથરૂમમાં ન કરો (મૂત્ર રોકવાનો પ્રયાસ કરવો માત્ર ઓળખ માટે)